
Morbi News: સ્વચ્છતાને લઈને મોરબી મનપાનો નવતર પ્રયોગ,જાહેરમાં લઘુશંકા કરનાર વિરૂદ્ધ કડક કાર્યવાહી
ઓદ્યોગિક નગરી મોરબી વિકસિત શહેર હોવા છતાં બેફામ ગંદકી જોવા મળે છે તાજેતરમાં મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યા બાદ હવે મનપા તંત્ર શહેરના સ્વચ્છ બનાવવા કવાયત કરી રહ્યું છે વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે અને સફાઈ ઝુંબેશ અંતર્ગત જાહેરમાં લઘુશંકા રોકવા માટે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે જેમાં જાહેરમાં લઘુશંકા કરનારના ફોટો સાથેના બેનરો જાહેર માર્ગ પર લગાવાશે
મોરબી શહેરને સ્વચ્છ રાખવા મહાનગરપાલિકાએ હાથ ધર્યો છે નવતર પ્રયોગ.. શહેરમાં જાહેરમાં લઘુશંકા કરનાર વ્યક્તિઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાનો નિર્ણય કરાયો. જાહેરમાં લઘુશંકા કરનાર વ્યક્તિ પાસેથી 50થી 500 રૂપિયા સુધીનો દંડ વસુલવામાં આવશે. એટલુ જ નહીં. આવા વ્યક્તિઓના ફોટા પાડીને શહેરના જાહેર માર્ગો પર હોર્ડિંગ બોર્ડમાં મુકવામાં આવશે.. હાલમાં ગાંધી ચોક, શનાળા રોડ બસ સ્ટેશન, જુના બ સ્ટેશન સહિતના વિસ્તારોમાં આવા હોર્ડિંગ મુકવામાં આવ્યા છે.. મહાનગરપાલિકાની આ કામગીરીને નાગરિકોએ પણ આવકારી છે.