Morbi News: મોરબી નગરપાલિકાએ લાખોનો વેરો ન ભરનારા 18 આસામીઓને ડિફોલ્ટર જાહેર કરી નોટિસ પાઠવી


મોરબી નગરપાલિકાએ લાખોનો વેરો ન ભરનારા 18 આસામીઓને ડિફોલ્ટર જાહેર કરી નોટિસ પાઠવી છે. આ 18 આસામીઓની મિલકત ટાંચમાં પણ લેવાઈ શકે છે. લાખો રૂપિયાનો વેરો ન ભરનારા આસામીઓને અગાઉ પણ નોટિસ અપાઈ હતી.  તેમ છતાં તેણે વેરો ભર્યો નહીં. એવામાં હવે 18 આસામીઓની યાદી જાહેર કરી. તેમની મિલકત ટાંસમાં લેવાની કાર્યવાહી કરવાની પણ નોટિસ અપાઈ છે. આ 18 આસામીઓનો 8 લાખથી લઈ 77 લાખ સુધીનો વેરો બાકી છે. 

મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા પાલિકાના બાકી વેરાઓ જેવા કે હાઉસ ટેક્ષ, શિક્ષણ ઉપકર, સફાઈ વેરો, દીવાબત્તી કર, પાણીવેરો, ડ્રેનેજ વેરો, વ્યાજ અને નોટીસ ફી સહિતની બાકી રોકાતી રકમ વસુલ કરવા માટે માંગણા બીલો તથા માંગણા નોટીસો બજવણી કરવા છતાં ટેક્સની બાકી રહેતી રકમો ભરપાઈ કરવામાં આવી નથી જેથી ગુજરાત મ્યુનીસીપાલીટી એક્ટ ૧૯૬૩ ની કલમ ૧૩૩ (૧)અન્વયે ૧૮ આસામીઓની મિલકતો પર જપ્તી/ટાંચમાં તથા ભવિષ્યમાં કોઈ કાયદાકીય પ્રશ્ન ઉપસ્થિત ના થાય તે માટે ૧૮ આસામીઓની યાદી જાહેર કરવામાં આવી છે

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola