Russia Ukraine War: યુક્રેનમાં ફસાયેલ મોરબીના યુવકે વીડિયો બનાવી રશિયા જતા વિદ્યાર્થીઓને ચેતવ્યા
રશિયા અભ્યાસ અર્થે ગયેલા અને હાલમાં યુક્રેનની જેલમાં બંધ એવા ગુજરાતના મોરબીના સાહિલ માજોઠીનો બીજો એક વીડિયો સામે આવ્યો. આ વીડિયોમાં સોહિલ માજોઠીએ પોતાની સાથે બનેલી આપવિતી વર્ણવી આટલું જ નહીં વીડિયો જાહેર કરી અભ્યાસ માટે રશિયા જતા વિદ્યાર્થીઓને ચેતવ્યા. સાહિલ માજોઠીનો આરોપ છે કે તે રશિયા અભ્યાસ અર્થે ગયો હતો. એક કુરિયર કંપનીમાં પાર્ટ ટાઈમ નોકરી કરતો હતો. એક દિવસ રશિયન પોલીસે તેને પકડી લીધો અને ડ્રગના ખોટા કેસમાં ફસાવી દીધો. જ્યારે તેણે પોતાના દસ્તાવેજો બતાવ્યા ત્યારે રશિયન સેનામાં ભરતી થવાની શરતે તેને મુક્ત કરવાની વાત કહી. મજબૂર થઈને તેને રશિયન કરાર સ્વીકારવો પડ્યો અને પછી 15 દિવસની તાલીમ પછી રશિયન સેનાએ તેને બોર્ડર પર મોકલી દીધો.સાહિલે જણાવ્યું કે બોર્ડર પર પહોંચતા જ તેણે યુક્રેનની સેના સામે આત્મસમર્પણ કરી દીધું અને તેમને પોતાની આપવીતી સંભળાવી. યુક્રેનની સેનાએ તેને વીડિયો બનાવીને ભારત સરકાર અને ગુજરાતમાં તેની માતાને મોકલવા કહ્યું. સાથે જ આ મેસેજ આપવા કહ્યું કે ભારતીયો રશિયન સેનાના દબાણમાં આવીને આર્મી જોઈન ન કરે. વીડિયો મળ્યા પછી, સાહિલની માતાએ તેના પુત્રની સુરક્ષિત વાપસી માટે દિલ્હીની એક અદાલતમાં અરજી દાખલ કરી છે, જેની સુનાવણી ફેબ્રુઆરી 2026માં થશે.