Mansukh Vasava: સાંસદ મનસુખ વસાવા ભરૂચ જિલ્લાના પોલીસ વડાથી નાખુશ

ભરૂચના સાંસદ મનસુખ વસાવા જિલ્લા પોલીસ વડાથી થયા નાખુશ. સાજીદ હુસૈન નામના શિક્ષક પર સગીરાની છેડતીનો આરોપ છતા રાજપારડીના પીઆઈ બચાવ કરતા હોવાની રજૂઆત કરતા સમયે ડીએસપીએ ફોન કાપી નાંખ્યાનો સાંસદ મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો. એટલુ જ નહીં.. ડીએસપી રાજપારડીના પીઆઈનો બચાવ કરતા હોવાનો પણ સાંસદે આરોપ લગાવ્યો. ઝઘડીયા તાલુકાના એક ગામની સગીરાની આરોપી શિક્ષક સાજીદે હુસૈન વાઝાએ છેડતી કર્યાના આરોપ સાથે પીડિતાના પરિવારજનો સાંસદ મનસુખ વસાવાને મળવા પહોંચ્યા હતા. પીડિતાના પરિવારજનોનો આરોપ છે કે રાજપારડીમાં આવી છેડતીની 10થી વધુ ઘટના બન્યા છતા પીઆઈએ કોઈ કાર્યવાહી કરી નથી. જે અંગે સાંસદ મનસુખ વસાવાએ ફોન કરતા ડીએસપીએ ફોન કાપી નાંખ્યો. ડીએસપીએ ફોન કાપી નાખતા ગુસ્સે ભરાયેલા સાંસદ મનસુખ વસાવાએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને સવાલ કરતા રાજ્ય સરકારને આવા અધિકારીઓ વિરૂદ્ધ પગલા લેવાની માગ કરી.  સાંસદે પોલીસ પર હપ્તાખોરીનો આરોપ લગાવતા કહ્યુ કે કયા રેતીવાળા પાસેથી ક્યા હપ્તો લેવો, કયા ધંધાવાળા પાસેથી ક્યાંથી હપ્તો લેવો તે બધી પોલીસને ખબર પડે છે તો પછી છેડતી કરનારની પોલીસને કેમ ખબર નથી પડી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola