Mumbai Heavy Rain Alert | મુંબઈમાં આજે ભારે વરસાદનું રેડ એલર્ટ, જુઓ વરસાદી સ્થિતિ કેવી છે

Continues below advertisement

આજે મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ છે. મુંબઈ, થાણે, પાલઘર, પુણે અને પિંપરી-ચિંચવડની તમામ સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. લોકોને તેમના ઘરોમાં રહેવાની અપીલ કરવામાં આવી છે.

બુધવારે સાંજે લગભગ પાંચ કલાકમાં મુંબઈના ઘણા વિસ્તારોમાં 3.9 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. રસ્તાઓ પર નદીઓ વહી છે. પાણી ભરાવાને કારણે મોડી રાત સુધી વાહનો કેટલાય કિલોમીટર લાંબા જામમાં અટવાયા હતા. મુંબઈ એરપોર્ટ પર 14 ફ્લાઈટ ડાયવર્ટ કરવામાં આવી હતી. લોકલ ટ્રેનો પણ મોડી દોડી હતી. અંધેરીમાં એક મહિલાનું નાળામાં ડૂબી જવાથી મોત થયું હતું.

આ તરફ સુરતમાં બુધવારે 2 કલાકમાં 2 ઈંચ વરસાદ પડતાં કદરસા અને સંગ્રામપુરા વિસ્તારની કેનાલોમાં પૂર આવ્યું હતું. બાળકો સ્કૂલમાં ફસાયા હતા. ફાયર વિભાગે બાળકોને બચાવી લીધા હતા. સિવિલ હોસ્પિટલમાં પણ પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે દર્દીઓને ભારે મુશ્કેલી પડી હતી. રાજ્યમાં આગામી 5 દિવસ સુધી વરસાદની શક્યતાઓ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram