
Nadiad: દારૂમાંથી ન મળ્યું મિથેનોલ કે આલ્કોહોલ તો ત્રણ લોકોના મોત થયા કેવી રીતે? | Abp Asmita
Nadiad: દારૂમાંથી ન મળ્યું મિથેનોલ કે આલ્કોહોલ તો ત્રણ લોકોના મોત થયા કેવી રીતે? | Abp Asmita
લો બોલો દારૂબંધીની વાતો વચ્ચે નડિયાદમાં લઠ્ઠાકાંડ થયુ છે. જેમાં નડિયાદ શહેર પોલીસની બંધ આંખોને લઈ ત્રણના મોત થયા છે. મુખ્ય મથક નડિયાદમાં દેશી દારૂ પીવાના કારણે ત્રણ લોકોના મોતથી ચકચાર મચી છે. નડિયાદના જવાહર નગરની આ ઘટના છે. પાણીપુરીનો ધંધો કરનાર અને કલર કામ કરનાર બે લોકો અને અન્ય એકનું મોત થયુ છે.
યોગેશકુમાર ગંગારામ કુસ્વાહા ઉંમર વર્ષ 45નું દેશી દારૂ પીવાના કારણે મોત થયુ છે. તેમજ રવિન્દ્ર ઝીણાભાઈ રાઠોડ કલર કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા 50 વર્ષીય વ્યક્તિનું મોત થયુ છે. તેમજ અન્ય એક વ્યક્તિ જેનું નામ ઠામ હજુ સુધી સામે આવ્યું નથી. એવા વ્યક્તિનું પણ દેશી દારૂના અડ્ડે જ મોત થયુ છે. જેમાં દારુ પીવાથી મોત થયાનો પરિવારનો આરોપ છે. તથા આવતીકાલે સવારે ત્રણેયના પોસ્ટમોર્ટમ થશે. શંકાસ્પદ મોતને લઈ પોલીસ તપાસ શરુ કરવામાં આવી છે. તેમજ કઈ જગ્યાએથી દારુ લીધો તે અંગે તપાસ શરુ થશે. તથા લઠ્ઠાવાળો દારુ પીવાથી ત્રણેના મોત થયાનો પરિવારનો આરોપ છે તેથી દેશી દારુના અડ્ડા અંગે સ્થાનિકોએ પોલીસને જાણ કરી છે.