નવસારી: કોરોના સંક્રમણ વચ્ચે ગણદેવીની સ્વામીનારાયણ સ્કૂલમાં વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકી શરુ કરાયા વર્ગો
નવસારી: કોરોના ના વધતા સંક્રમણ વચ્ચે નવસારીથી ગંભીર બેદરકારી ભર્યા દ્રષ્યો સામે આવ્યા છે. કોરોના સંક્રમણ વચ્ચે વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકી ગણદેવી તાલુકાની સ્વામિનારાયણ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલમાં ધોરણ 12 વિદ્યાર્થીઓના વર્ગ શરૂ થયા છે. કોરોનાના વધતા સંક્રમણ ને ધ્યાને લઇ રાજ્ય સરકારે 23 નવેમ્બરથી શરૂ થતી શાળાને ફરી બંધ કરી છે.