બર્ડ ફ્લૂની દહેશત વચ્ચે નવસારીના ચીખલીમાં વધુ ત્રણ કાગડાના શંકાસ્પદ મોત
નવસારી : રાજ્યમાં બર્ડ ફ્લૂથી લોકોની ચિંતામાં વધારો થયો છે. અત્યારસુધી રાજ્યમાં જૂનાગઢ, સુરત, વલસાડ અને વડોદરામાં બર્ડ ફ્લૂના કેસ નોંધાયા છે. નવસારી જીલ્લામાં કાગડાઓના મોકનો સિલસિલો યથાવત છે. ચીખલી તાલુકામાં કાગડાઓના મોત બાદ આજે ફરી ગણદેવી તાલુકાના ગોયડી ગામે ત્રણ જેટલા કાગડાઓના શંકાસ્પદ મોત થયા હતા. કાગડાના મૃતદેહને ટેસ્ટિંગ માટે ભોપાલ ખાતે મોકલાવ્યા.