Navsari: KBCના નામે 1.39 લાખ રૂપિયા પડાવી યુવાનને આત્મહત્યા કરવા કર્યો મજબૂર
Continues below advertisement
નવસારી જિલ્લામાં સાયબર ક્રાઇમના કારણે એક યુવાનને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. મળતી જાણકારી અનુસાર નવસારી તાલુકાના ખેરગામ ખાતે રહેતા નિરલ એ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. કેબીસીના નામે 25,00,000 જીત્યા છો તેવો ફોન કરી વીડિયો મોકલી નિરલ પાસેથી ૧.૩૯ લાખ પડાવી લેતા તે મરવા માટે મજબૂર બન્યો હતો. પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે નિરલે અન્ય લોકો પાસે દેવું કરી અરુણ ગોબિંદ નામના વ્યક્તિના ખાતામાં ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કર્યા હતા.
Continues below advertisement