NEET UG Re-Exam: નીટની પરીક્ષાની નવી તારીખ થઈ જાહેર
નીટની પરીક્ષાની નવી તારીખ જાહેર થઈ ચૂકી છે. 21 જૂને નીટની પરીક્ષા યોજાશે. નોંધનિય છે કે, પેપર લીક થવાને કારણે પરીક્ષા રદ કરાઈ હતી, 3 મેના રોજ લેવાયેલી નીટની પરીક્ષાને રદ કરાઈ હતી.
લાખો વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતા માટે સારા સમાચાર છે, જેઓ મેડિકલ શિક્ષણ મેળવવાનું સ્વપ્ન જુએ છે. તેના માટે નીટ( નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ NEET (UG) 2026 પરીક્ મહત્વની હોય છે જેની નવી તારીખ જાહેર થઇ ગઇ છે. આ પરીક્ષા હવે 21 જૂનના રોજ લેવાશે, નોંધનીય છે કે, પેપર લીક થયા બાદ NEET UG પરીક્ષા રદ કરવામાં આવી હતી. આ પરીક્ષા 3 મે ના રોજ યોજાઈ હતી.
NTA દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર જાહેરનામા મુજબ, પરીક્ષા દેશભરમાં એક સાથે લેવામાં આવશે. વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવી છે કે, તેઓ હવેથી જ તેમની તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપવાનું શરૂ કરી દે. પરીક્ષા રવિવારે યોજાઈ રહી હોવાથી, કેન્દ્ર સરકાર અને NTA એ પૂરતી સુરક્ષા અને વ્યવસ્થા ગોઠવવા સૂચના આપી છે.