Junagadh News | ગણેશ જાડેજા કેસમાં નવો વળાંક, રાજુ સોલંકી અને સાથીઓ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કેસ દાખલ

Continues below advertisement

ગોંડલના ગણેશ જાડેજા સામે ફરિયાદ નોંધાવી ચર્ચામાં આવેલા જુનાગઢના રાજુ સોલંકીની મુશ્કેલીમાં વધારો થયો. રાજુ સોલંકી અને તેના પાંચ સાથીઓ વિરુદ્ધ ગુનાહિત ઈતિહાસના આધારે ગુજસીટોકનો ગુનો દાખલ કરાયા. હાલમાં રાજુ સોલંકી સહિત ત્રણ શખ્સોની અટકાયત કરાઈ છે. તો પોલીસની કાર્યવાહીથી ગુનાહિત કૃત્ય કરનાર તત્વોમાં ફફડાટ ફેલાયો છે

જૂનાગઢમાં તાજેતરના ગણેશ ગોંડલ પ્રકરણમાં એક નાટકીય વળાંક આવ્યો છે. શહેરના જાણીતા આગેવાન રાજુ સોલંકી અને તેમના ચાર સાથીઓ વિરુદ્ધ ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ (ગુજસીટોક) એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજુ સોલંકી સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બે હજુ ફરાર છે. આ કાર્યવાહીથી સ્થાનિક ગુનાહિત જગતમાં ખળભળાટ મચી ગયો છે.

પોલીસના જણાવ્યાનુસાર, છેલ્લા ઘણા સમયથી પ્રાદેપના ખાડીયા વિસ્તારના રહેવાશી (૧) રાજુ બાવજીભાઇ સોલંકી (૨) જયેશ ઉર્ફ જવો બાવજીભાઇ શોલંકી, (૩) દેવ રાજુ સોલંકી (૪) યોગેશ કાળાભાઇ બગડા તથા (૫) શંજય ઉર્ડ ચંદુ ૨શજુભાઇ શોલંકી ૨હે. તમામ પ્રાદેપના ખાડીયા [વિસ્તા૨, વી૨ મેઘમાયા બગ૨, જૂબાગઢ વાળાઓએ શંગઠીત થઇ ગંભી૨ પ્રકારના ગુભ્કાઓ આચરતી ગૈંગ ઉભી કરેલ હોય. જે ગેંગ વિષે વધુ તપાસ ક્રાઇમ બ્રાન્ચ જૂભાગઢબા પોલીસ ઇન્સ.શ્રી જે.જે.પટલ નાઓ કરતાં જે તમામ રાજુ બાવજીભાઇ સોલંકી ગૈંગ લીડ૨ તરીકે તથા તેની ગેંગના શભ્યો વિરૂદ્ધ ગન્હાહીત ઈતિહાસ ચેક કરતાં આશોપીઓ દ્રારા ભુતકાળમાં ખુનની કોશીષ, પોલીસ ૫૨ હુમલો, પોલીસ ફ૨જ રૂકાવટ, ચોરીઓ, લૂંટ, પ્રોહીબીશન, રાયોટીંગ, ખંડણી ઉઘરાવવા, અપહરણ, ગે૨કાયદેસ૨ અટકાયત, મારા- મારી, ઈજા, ધાક ધમકી આપવાના, હાથિયા૨ ધારા, જુગા૨ સહિતના અસંખ્ય ગુન્હાઓ નોંધાયેલ હતા. આ તમામ આરોપીઓ એકબીજા સાથે ઉપરોક્ત ગુન્હાઓમા ભૂતકાળમાં પકડાયેલ હતા અને એક ગેંગ સ્વરૂપે જણાઈ આવતા, પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા દ્વારા પકડાયેલ આરોપી તથા તેની સાથે અન્ય ગુન્હામાં સંકાળયેલ આરોપીઓના ગુન્હાહિત ઈતિહાસ બાબતે જૂનાગઢ ડીવીઝનના નાયબ પોલીશ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ મા૨ફતે તપાસ કરાવતા, ગુન્હાહિત ટોળકીના આરોપીઓ પૈકી આરોપી (૧) રાજુ બાવજીભાઇ સોલંકી વિરૂધ્ધ ભુતકાળમાં કુલ-૧૨ (૨) જયેશ ઉર્ફ જવો બાવજીભાઇ સોલંકી વિરૂદ્ધ ભુતકાળમાં કુલ-૯ (૩) દેવ રાજુ સોલંકી વિરૂદ્ધમાં ભુતકાળમાં કુલ-૨ (૪) યોગેશ કાળાભાઇ બગડા વિરૂદ્ધમાં ભુતકાળમાં કુલ-૩ તથા (૫) સંજય ઉર્ફે ચંદુ રાજુભાઇ સોલંકી વિરૂદ્ધમાં ભુતકાળમાં કુલ-6 ગુન્હાઓમાં પકડાયેલ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram