Gujarat Rain: વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી, આ જિલ્લાઓમાં ભુક્કા બોલાવશે વરસાદ
અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે. રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા વધુ એક આગાહી કરવામાં આવી છે. હવામન વિભાગે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપ્યું છે. આગામી 24 કલાક રાજ્યમાં વરસાદી માહોલ રહેશે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, અમરેલી, ભાવનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભરૂચ અને નર્મદામાં પણ ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
દક્ષિણ ગુજરાતમાં સાઇક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે. અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.