Gujarat Rain | સૌરાષ્ટ્ર નજીક દરિયામાં સાઇક્લોનિક સર્ક્યુલેશન , સૌરાષ્ટ્રમાં તૂટી પડશે વરસાદ

Continues below advertisement

Rain News Updates: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ભીષણ ગરમી પડી રહી છે, ક્યાંક ક્યાંક તાપમાનનો પારો 45 ડિગ્રીથી ઉપર પહોંચી રહ્યો છે, ત્યારે હવે ગુજરાતવાસીઓ માટે એક મોટા અને રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં આગામી સાત દિવસમાં ભરપૂર વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં અમદાવાદ, સુરેન્દ્રનગર, જામનગરથી લઇને જુનાગઢ અને નવસારી, સુરત, વલસાડ સુધી વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે.

રાજ્યમાં કાળઝાળ ગરમીમાંથી રાહત મળવાના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં ચોમાસાના વરસાદની શરૂઆત આગામી દિવસોમાં થઇ શકે છે. માહિતી પ્રમાણે, રાજ્યમાં આગામી સાત દિવસમાં વરસાદી માહોલ રહેવાનો છે. આજથી વરસાદની શરૂઆત થશે, જેમાં અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટમાં આજે વરસાદ વરસીદ શકે છે. આ ઉપરાંત આજે જામનગર, પોરબંદર, જૂનાગઢમાં વરસાદની આગાહી છે. આજે અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, સુરત, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram