Gujarat Rain Forecast : ગુજરાત પર 3-3 વરસાદી સિસ્ટમ સક્રિય, 5 દિવસ પડશે ભારે વરસાદ

Gujarat Rain Forecast : ગુજરાત પર 3-3 વરસાદી સિસ્ટમ સક્રિય, 5 દિવસ પડશે ભારે વરસાદ

Gujarat Rain Alert: ગુજરાતમાં ચોમાસાના બીજા રાઉનડમાં વરસાદ ધબધબાટી બોલાવી રહ્યો છે ત્યારે આવતીકાલે હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આવતીકાલે, એટલે કે જુલાઈ 5 ના રોજ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા માટે ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત, રાજ્યના અન્ય 13 થી વધુ જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં બનાસકાંઠા, મહેસાણા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી નો સમાવેશ થાય છે.

આ આગાહીને પગલે સ્થાનિક તંત્રને સાબદું કરવામાં આવ્યું છે અને લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને નદી-નાળામાં જળસ્તર વધવાની શક્યતા છે, જેને ધ્યાનમાં રાખીને તકેદારી રાખવા સૂચના અપાઈ છે.

ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ

ગુજરાતમાં ચોમાસાનો જમાવટ જોવા મળી રહી છે, ત્યારે હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, આજથી 3 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે, જ્યારે ત્યાર પછીના 4 દિવસ પણ રાજ્યમાં ભારે વરસાદ ચાલુ રહેશે. એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે આ વ્યાપક વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

આજે, જુલાઈ 4 ના રોજ, રાજ્યના 9 જિલ્લાઓ – બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, દ્વારકા, પોરબંદર, નવસારી, વલસાડ, ડાંગ અને સુરત – માં ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લામાં પણ આજે ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજધાની અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આજે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

આવતીકાલે, એટલે કે જુલાઈ 5 ના રોજ, રાજ્યના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, મહેસાણા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી માં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ આગાહીને પગલે સ્થાનિક વહીવટીતંત્રને સાબદું કરવામાં આવ્યું છે અને નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola