Nitin Pateત: ગૃહમાં વર્તનને લઈ MLA, મંત્રીઓને અધ્યક્ષની ટકોર પર નીતિન પટેલનું નિવેદન
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે આજે વિધાનસભાની કાર્યવાહી નિહાળી.. પ્રેક્ષક દિર્ઘામાં બેસીને નીતિનભાઈ પટેલે વિધાનસભા ગૃહની કાર્યવાહી નિહાળી.. ધારાસભ્યો અને મંત્રીઓએ અલગ અલગ મુદ્દા પર કરેલી ચર્ચાના નીતિનભાઈ સાક્ષી બન્યા.. નીતિનભાઈ પટેલી સાથે પૂર્વ ધારાસભ્ય નિરંજન પટેલ પણ જોવા મળ્યા.. ગૃહની કાર્યવાહી નિહાળ્યા બાદ નીતિનભાઈ પટેલે પત્રકાર રૂમમાં બેસીને પત્રકારો સાથે પણ વાતચીત કરી.. નીતિનભાઈએ કહ્યુ કે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ મને આમંત્રણ આપ્યુ.. ગૃહની કાર્યવાહી નિહાળી બધાને મળવાની તેમની લાગણીને માન આપીને વિધાનસભા આવ્યા. ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં સરકાર સારૂ કામ કરી રહી હોવાનો નીતિનભાઈએ આનંદ વ્યક્ત કર્યો.. સાથે જ ગૃહમાં અધ્યક્ષની ટકોરને લઈને નીતિનભાઈએ પ્રતિક્રિયા આપી કે જનતાના પ્રશ્નોને લઈ દરેક પોતાની ફરજ બજાવતા હોય છે.. દરેક રાજ્યની વિધાનસભામાં આવુ બનતુ હોય છે..