ગુજરાતમાં આગામી ચાર દિવસ કેટલું રહેશે લઘુત્તમ તાપમાન? હવામાન વિભાગે શું કરી આગાહી?
રાજ્યમાં આગામી ચાર દિવસ તાપમાન સામાન્ય રહેવાની અને બેવડી ઋતુનો અનુભવ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બેવડી ઋતુના કારણે રાજ્યમાં વાયરલ ઇન્ફેક્શનના કેસ વધી શકે છે. રાજ્યનું આગામી 4 દિવસ સુધી મહત્તમ તાપમાન 33 ડીગ્રી અને લઘુત્તમ તાપમાન 15 ડીગ્રી રહેશે તેવું અનુમાન હવામાન વિભાગે કહ્યું હતું. સાથે આ વર્ષે શિયાળાની શરૂઆત મોડી થઈ હોવાના કારણે શિયાળો લંબાશે તેવું પણ હવામાન વિભાગે જણાવ્યું હતું.