Visavadar Candidate List : વિસાવદરમાં ત્રિપાંખિયો જંગ, કોણ કોણ મેદાનમાં?

Visavadar Candidate List : વિસાવદરમાં ત્રિપાંખિયો જંગ, કોણ કોણ મેદાનમાં?

વિસાવદર બેઠકની પેટાચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જોવા મળશે. વિસાવદર બેઠક પર કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા હતા. કોંગ્રેસે નીતિન રાણપરિયાને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. નીતિન રાણપરિયા વિસાવદર યુથ કોંગ્રેસના પ્રમુખ રહી ચૂક્યા છે. નીતિન રાણપરિયા જિલ્લા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે. વિસાવદર બેઠક પર ભાજપે કિરીટ પટેલ અને આમ આદમી પાર્ટીએ ગોપાલ ઈટાલિયાને ટિકિટ આપી છે.

કડી, વિસાવદર પેટાચૂંટણીમાં આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ

કડી, વિસાવદર પેટાચૂંટણીમાં આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. રવિવારે મોડીરાત્રે કડી બેઠક પર ભાજપ- કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા હતા. કડીથી કોંગ્રેસે પૂર્વ ધારાસભ્ય રમેશ ચાવડાને મેદાને ઉતાર્યા હતા તો ભાજપે રાજેન્દ્ર ચાવડાને ચૂંટણીના જંગમાં ઉતાર્યા હતા. વિસાવદરથી ભાજપે પૂર્વ જિલ્લા પ્રમુખ કિરીટ પટેલને મેદાનમા ઉતાર્યા છે. 19 જૂને બંને વિધાનસભાની પેટાચૂંટણી માટે મતદાન યોજાશે. 23 જૂને બંને વિધાનસભાની પેટાચૂંટણીનું પરિણામ જાહેર થશે.

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે બંનેએ રવિવારે મોડી રાત્રે કડી બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા હતા. જેમાં ભાજપે રાજેન્દ્ર ચાવડા અને કોંગ્રેસે રમેશ ચાવડાને ટિકિટ આપી છે. ભાજપે વિસાવદર માટે કિરીટ પટેલને ટિકિટ આપી છે. વિસાવદર માટે ભૂપત ભાયાણી અને હર્ષદ રિબડીયા મજબૂત દાવેદાર ગણાતા હોવા છતાં ભાજપે નવા જ ઉમેદવારને ટિકિટ આપીને ચોંકાવી દીધા હતા. લેઉવા પટેલ સંસ્થાઓ સાથે નીતિન રાણપરિયા સંકળાયેલા છે.  આ બેઠક પર આમ આદમી પાર્ટીએ ગોપાલ ઈટાલિયાને ટિકિટ આપી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola