Gir Somnath Rain | પોરબંદર અને દ્વારકા બાદ હવે ગીર સોમનાથ-જૂનાગઢ આભ ફાટ્યું, દેવકા નદીનું રૌદ્ર સ્વરૂપ
Porbandar Rain: સૌરાષ્ટ્ર પર મેઘરાજા મન મૂકીને (Gujarat monsoon 2024) વરસ્યા છે. પોરબંદર અને દ્વારકા પછી હવે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ શરૂ થયો છે. અનેક વિસ્તારોમાં ભારે વરસાદને પગલે પાણી ભરાયા ભરાયા છે. આજે બપોર સુધીમાં 66 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્રના તાલુકાઓ છે.
અનેક જગ્યાએ જળબંબાકાર (heavy rainfall)ની સ્થિતિ સર્જાઈ છે. સૌરાષ્ટ્રના (Saurashtra) અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે અનેક રસ્તાઓ બંધ છે. અતિભારે વરસાદ પડતા પોરબંદરના અનેક ગામડાઓ સંપર્ક વિહોણા થયા હતા. પોરબંદરના માધવપુર ઘેડ પંથકમાં દોઢ કલાકમાં આશરે બે થી ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. પાણીથી મેળા ગ્રાઉન્ડ અને ખેતરો પાણીથી તરબોળ બન્યા હતા. રામદેવજી મંદિરને ફરતું પાણી ફરી વળતા ગામના લોકોએ પાણીમાં ન્હાવાની મજા માણી હતી. ઉપરવાસ માં ભારે વરસાદના કારણે પુર આવતા દુકાનોમાં તેમજ હોટલોની અંદર પાણી ઘૂસી જતા ધંધાર્થીઓની મુશ્કેલી વધી હતી. ભારે પૂરના કારણે ચારે બાજુ પાણી પાણી જોવા મળતું હોય ત્યારે ગ્રામજનો ના ટોળા પાણી જોવા માટે ઉમટી પડ્યા હતા.