Valsad News । વલસાડમાં હાર્ટ એટેકથી વધુ એક યુવાને ગુમાવ્યો જીવ
abp asmita
Updated at:
26 Jun 2024 02:14 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppValsad News । વલસાડમાં હાર્ટ એટેકથી વધુ એક યુવાને ગુમાવ્યો જીવ
ગુજરાત માં નથી થંભી રહ્યો હાર્ટ એટેકથી મોતનો સિલસિલો, એવામાં વલસાડથી સમાચાર સામે આવી રહ્યા છે કે વલસાડમાં જીમ કરતો યુવાન ઘરમાં જ ઢળી પડયો, વલસાડમાં 32 વર્ષીય યુવાન ભાવિન દિલીપ ભાઈ પટેલ વલસાડ શહેરના સુઘડ ફળીયા ખાતે રહેતો યુવાન ઘરમાં જ જીમ કરતા કરતા અચાનક જ ઢળી પડ્યો. ઘરમાં અચાનક ભાવિન પટેલ ઢળી પડતા ઘરવાળાએ તાત્કાલિક વલસાડ કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયો, જ્યાં કસ્તુરબા હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટરે ભાવિન પટેલને મૃત જાહેર કર્યો, વલસાડના ભાવિન દિલીપ પટેલનું હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાના સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.