Dahod Hit and Run: દાહોદમાં હિટ એન્ડ રનમાં જૈન સાધ્વીના મોતને લઈ જૈન સમાજમાં રોષ
દાહોદમાં હિટ એન્ડ રનમાં જૈન સાધ્વીના મોતને લઈ જૈન સમાજમાં રોષ. જ્યાં સુધી વાહનચાલક ન ઝડપાઈ ત્યાં સુધી 108 મુનિશ્રી સુનિલ સાગરજીએ અન્નજળનો ત્યાગ કર્યો. અને ઈરાદાપૂર્વક અકસ્માત કરવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી. જેકોટ ગામ પાસે અમદાવાદ-ઇન્દોર હાઇવે પર વહેલી સવારે ઘટના બની. જૈન સાધ્વી અને તેમના સાથેની વ્યક્તિ હાઇવે પરથી જઈ રહ્યા હતા. ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેમને ટક્કર મારી. અકસ્માત એટલો ભયાનક હતો કે સાધ્વી સહિત બંન્નેના ઘટનાસ્થળે જ મોત થયા. અકસ્માત સર્જ્યા બાદ વાહન ચાલક ઘટનાસ્થળેથી ફરાર થયો. જેને લઈ પોલીસે CCTVના આધારે તપાસનો ધમધમાટ તેજ કર્યો. તો આ તરફ જૈન સાધ્વીને છાપરી ખાતે સમાધિ આપવામાં આવી. જેમાં સુનિલ સાગરજી સંઘ અને ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી ઉપસ્થિત રહ્યા..
Tags :
Dahod Hit And Run