Palanpur Rain: પાલનપુરમાં ખાબક્યો વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
Palanpur Rain: પાલનપુરમાં ખાબક્યો વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
પાલનપુરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.. બનાસકાંઠાના પાલનપુરમાં ભારે વરસાદ વરસ્યો છે.. હવામાન વિભાગની પણ આગાહી હતી કે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસશે જો કે બનાસકાંઠાના પાલનપુરમાં વરસાદના કારણે નીચાણવાળા રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે. વાહન ચાલકો અને રાહધારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. સવારે પોતાના કામ અર્થે નીકળેલા લોકોને આવી રીતે જ ભરાયેલા પાણીમાંથી પસાર થવું પડ્યું. જૂના બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે.