Amreli Fake Letter Scandal: પાયલ ગોટીને લઈ જતી પોલીસને પરેશ ધાનાણીએ રસ્તામાં રોકી!

Continues below advertisement

અમરેલી બનાવટી લેટરકાંડ મુદ્દે અત્યાર સુધીનો સૌથી મોટો ઘટસ્ફોટ થયો. લેટરકાંડમાં ખળભળાટ મચાવતા CCTV દ્રશ્યો આવ્યા સામે....આરોપી મનિષ વઘાસિયાએ જ પાયલ ગોટી મારફતે કરાવ્યું હતું કુરિયર. કૌશિક વેકરિયા ઉપર લાગેલા આરોપવાળો લેટર કરાયો હતો વાયરલ. કમલમ કાર્યાલય અને ભાજપના નેતાઓને પત્ર કરાયો હતો કુરિયર. કુરિયરનું પેમેન્ટ પાયલ ગોટીએ એક દિવસ ઓનલાઈન કર્યાનું CCTVમાં કેદ. બીજા દિવસે પેમેન્ટ રોકડમાં કર્યું હતું. કમલમ અને દિલ્લી સુધી બે દિવસમાં કરાયા હતા અલગ-અલગ કુરિયર. તો બીજી તરફ ન્યાયધીશ સામે આરોપીઓને રજૂ કર્યા સમયનો પત્ર વાયરલ થયો. આરોપીઓએ જજ સમક્ષ પોલીસ પ્રત્યે કોઈ ફરિયાદ નહીં હોવાનો પત્રમાં ઉલ્લેખ છે. આરોપીઓની અટક માટે પૂરતા અને વ્યાજબી કારણો હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ છે. 29 ડિસેમ્બરે સાંજે પોણા ચાર વાગ્યે આરોપીઓને પોલીસે જજ સમક્ષ રજૂ કર્યા હતા. તો દિકરીના વરઘોડાના કેસની તપાસ માટે SITની રચના કરવામાં આવી. પાયલ ગોટીએ પોલીસ પર કરેલા આરોપની તપાસ SIT કરશે. અને 7 દિવસમાં રિપોર્ટ અમરેલી SPને સોંપવામાં આવશે. SITની ટીમ પાયલ ગોટીના ઘરે તપાસ માટે વિઠલપુર પહોંચી. જોકે અહીં પાયલ ગોટીને પરિવાર સાથે મેડિકલ ચેકઅપ માટે લઈ જતા સમયે પરેશ ધાનાણીએ રોક્યા. પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ મેડિકલ ચેકઅપ સવારે કરવા માટે લઈ જવાની માંગ કરી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram