Gujarat Cyclone Threat : ગુજરાત પરથી વાવાઝોડાનો ખતરો ટળી ગયો? શું કહે છે નિષ્ણાંત?

Gujarat Cyclone Threat : ગુજરાત પરથી વાવાઝોડાનો ખતરો ટળી ગયો? શું કહે છે નિષ્ણાંત?

વાવાઝોડા અને વરસાદ બાદ દિલ્હી-એનસીઆરમાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. રાજધાની દિલ્હીમાં મહત્તમ તાપમાન ઘટીને 34.7 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું છે. હવે આવી સ્થિતિમાં હવામાન વિભાગે ફરી એકવાર દિલ્હીમાં ભારે પવન સાથે વાવાઝોડા અને વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

દિલ્હી-એનસીઆરમાં વાવાઝોડાની શક્યતા 

ઉત્તરાખંડમાં પણ હવામાન બદલાયું છે. મોટાભાગના વિસ્તારોમાં ભારે વાવાઝોડા અને વીજળી પડવાની સાથે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. પિથોરાગઢ અને નૈનીતાલમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. બુધવારે સારા વરસાદ બાદ ડુંગરાળ વિસ્તારો વાદળછાયું છે અને હવામાન ઠંડુ અને સુંદર બન્યું છે.

આજે મહારાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે 

મહારાષ્ટ્રમાં ભારે વરસાદ સાથે પ્રી-મોન્સૂનની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગે રાજ્યના ઘણા જિલ્લાઓ માટે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આગામી દિવસોમાં આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. IMD એ 23 મે ના રોજ રાયગઢ અને રત્નાગિરિ જિલ્લાઓ માટે રેડ એલર્ટ જારી કર્યું છે જ્યાં આજે ભારે વરસાદની સંભાવના છે.

23  અને 24 મેના રોજ ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું  

મુંબઈમાં 23 અને 24 મેના રોજ ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન, મુંબઈમાં ભારે વરસાદ ગાજવીજ અને 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાઈ શકે છે.

IMD અનુસાર, આ હવામાન પરિવર્તન અરબી સમુદ્ર પર રચાયેલા ઓછા દબાણને કારણે થઈ રહ્યું છે, જે દક્ષિણ કોંકણ અને ગોવાના દરિયાકાંઠે સ્થિત છે. આ સિસ્ટમ વધુ સક્રિય થઈ શકે છે જેના કારણે કોંકણ અને મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. 

ગુજરાતમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ

અરબી સમુદ્રમાં હાલ વોલમાર્ક લો પ્રેશર સક્રિય થયું હોવાના કારણે વરસાદ વરસી રહ્યો છે.  આગામી 24 કલાકમાં આ સિસ્ટમ ડિપ્રેશનમાં  પરિવર્તિત થશે.  રાજકોટ, જુનાગઢ ,અમરેલી , પોરબંદર, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.  

માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના

હવામાન વિભાગે કચ્છ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, મહીસાગર, આણંદ, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર અને દ્વારકામાં છૂટાછવાયા વરસાદનું યલો એલર્ટ આપ્યું છે.  માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola