Paresh Goswami | આગામી 24 કલાક અમદાવાદ માટે ભારે, જાણો પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Download ABP Live App and Watch All Latest Videos
View In AppGujarat Rain Forecast:હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની શક્યતા છે. વરસાદને લઇને હવામાન વિભાગે ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ કાલે વડોદરા, ભરૂચ, સુરતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. નવસારી, વલસાડ, દમણમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે. મંગળવારના હવામાનની વાત કરીએ તો મંગળાવાર અને બુધવારે આણંદમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ બધાની વચ્ચે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા પણ આગામી 24 કલાક અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી. બંગાળની ખાડી નુ લોપ્રેસર ગુજરાતની નજીક આવી ચૂક્યુ છે અને હાલ તે મજબૂત બની ડીપ્રેશનમા ફેરવાયુ છે . ડીપ્રેશન હજુ પણ મજબૂત બનશે જેથી આવનારા ચાર દિવસ રાજ્યમાં ગાજવીજ અને પવન સાથે ભારે થી અતિ ભારે વરસાદ પડશે .