Parimal Nathwani: દ્વારકાધીશ મંદિર આસપાસ 1 કિમીમાં બાંધકામ ન કરવાની માગ સાથે પરિમલ નથવાણીએ CMને લખ્યો પત્ર

રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ લખ્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર. દ્વારકા જગત મંદિરના એક કિલોમીટર વિસ્તારમાં બાંધકામ ન કરવાની સાંસદ પરિમલ નથવાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને માગ કરી.. પોતાના પત્રમાં સાંસદ પરિમલ નથવાણીએ દ્વારકામાં ગેરકાયદે થયેલા બાંધકામોને જમીનદોસ્ત કરવા. મંદિરની ગરિમા જળવાઈ રહે તે મુજબ સ્થાનિક પ્રશાસન કામ કરવુ જોઈએ તેવી માગ કરી. પત્રમાં પરિમલ નથવાણીએ આરોપ લગાવ્યો કે દ્વારકામાં અનેક મસમોટા ગેરકાયદે બાંધકામો થઈ રહ્યા છે.. સ્થાનિક પ્રશાસને નિયમિત રીતે ચેકિંગ કરતા રહેવુ જોઈએ.. બીયુ સર્ટિફિકેટ મેળવ્યા બાદ જ બિલ્ડિંગનો ઉપયોગ કરવા દેવો જોઈએ.. ત્યારબાદ બિલ્ડિંગમાં કોઈપણ જાતના ફેરફાર ન થવા જોઈએ જે જોવાનું કામ સ્થાનિક પ્રશાસનનું છે.. એટલુ જ નહીં.. ગેરકાયદે થતા બાંધકામો તાત્કાલિક રોકીને દુર કરવા જોઈએ.. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola