ABP News

Amreli News: અમરેલીના સાવરકુંડલા તાલુકામાં પરણિતાની હત્યાથી હડકંપ મચી ગયો

Continues below advertisement

અમરેલીના સાવરકુંડલા તાલુકાના ખડકાળા ગામે મહિલાની હત્યાની ઘટના સામે આવી છે, અહીં 32 વર્ષીય પરણીતાની હત્યાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર વહેલી સવારે કે મધરાતે મહિલાની તિક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે.

ત્રણ દીકરીઓ અને એક દીકરાની માતાની હત્યાની ઘટન ને પગલે નાનકડા ગામમાં અરેરાટી મચી જવા પામી છે. બાળકોને લઈને પરણીતાનો પતિ ફરાર થઈ જતા શંકાની સોય તેમના તરફ ઉઠી છે. પતિ પરેશ નિમાવત અને મૃતક પત્ની આશા નિમાવત ખડકાળા ગામે વૃદ્ધોને જમાડવાનું કામ કરતા હતા. આ રસોઈ ઘર ચલાવવા માટે ગ્રામજનો તેમને રૂ.11000 જેવું વેતન આપતા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram