પાટણ: સિદ્ધપુરમાં તર્પણ વિધિમાં 3થી વધુ શ્રદ્ધાળુ પર લગાવાઈ રોક
પાટણ: કોરોના સંક્રમણ વધતા પ્રશાસનો મહત્વનનો નિર્ણય લીધો છે. સિદ્ધપુરમાં તર્પણમાં 3થી વધુ શ્રદ્ધાળુ હાજર નહીં રહી શકે, વૃદ્ધો અને 10 વર્ષથી નાનાં બાળકો નહીં આવી શકે. સરસ્વતી નદીના પટ અને માધુપાવડિયા ઘાટના 1 કિમીના વિસ્તારમાં ખાણી-પીણી અને લારી-ગલ્લા પર પ્રતિબંધ. તર્પણવિધિમાં પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પડશે, માસ્ક ફરજિયાત, નહીંતર રૂપિયા 1 હજાર દંડ કરાશે. 127 ભૂદેવોના કોરોના ટેસ્ટ કરાતાં 3 પોઝિટિવ આવ્યા છે.