Patel brothers | અમેરિકામાં પટેલ બ્રધર્સના માલિકના પુત્રને લૂંટવાનો પ્રયાસ, સીસીટીવી આવ્યા સામે
Continues below advertisement
Patel brothers | અમેરિકામાં વધુ એક ભારતીય પર હુમલો કરવાની ઘટના બની છે. ન્યૂજર્સીના એડિસનમાં લક્ઝુરિયસ કાર લૂંટવાના પ્રયાસમાં એક ગુજરાતી પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. અમેરિકામાં ગુજરાતીઓના ઘણા વોટ્સએપ ગ્રુપમાં પણ આ વિડીયો શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે 15 માર્ચના રોજ બનેલી આ ઘટનામાં એડિસનમાં આવેલા એક ઈન્ડિયન સ્ટોરના પાર્કિંગમાં પોતાની કાર પાર્ક કરી રહેલા યુવક પર અચાનક જ ત્રણ લોકો હુમલો કરી દે છે. વોટ્સએપ પર સર્ક્યુલેટ થઈ રહેલા આ મેસેજમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે હુમલાનો ભોગ બનેલો યુવક ગુજરાતી છે અને તે અમેરિકામાં મોટાપાયે બિઝનેસ ધરાવતી એક ઈન્ડિયન સ્ટોર ચેઈનના માલિકનો દીકરો છે, જેમના અમેરિકાના અનેક રાજ્યોમાં અનેક સ્ટોર્સ આવેલા છે.
Continues below advertisement