ABP News

Gondal News: પાટીદાર કિશોરને માર મરાતા ગોંડલમાં પાટીદારોમાં જોરદાર આક્રોશ

Continues below advertisement

ગોંડલમાં 17 વર્ષીય સગીરને માર મારવાના કેસમાં સામસામે ફરિયાદ. સગીર સામે જાતીય સતામણીની ફરિયાદ. સગીરને માર મારવાના કેસમાં ગોંડલના પાટીદાર સમાજમાં હતો રોષ. પાટીદાર સમાજે વહીવટીતંત્રને કડક કાર્યવાહી કરવા કરી હતી રજૂઆત

રાજકોટના ગોંડલમાં કિશોરની પિટાઈને લઇને પાટીદાર સમાજમાં જોરદાર આક્રોશ જોવા મળ્યો. લુખ્ખા તત્વોએ સંગ્રામજી હાઈસ્કૂલના મેદાનમાં સમાજના કિશોરને માર માર્યાના અહેવાલ બાદ જબરજસ્ત રોષ ભભુકી રહ્યો છે. પાટીદાર સમાજના તેમજ અન્ય સમાજના સેંકડો લોકો ગઇકાલે રસ્તા પર ઉતર્યા. પહેલા બેઠક કરી ત્યાર બાદ રેલી મારફતે પહોંચી ડેપ્યુટી કલેક્ટરને આવેદન પાઠવ્યુ. પાટીદાર સમાજની આ બેઠકમાં ભાજપના સમર્થકો તેમજ અન્ય સમાજના લોકો પણ ઉપસ્થિત રહ્યા. આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢી તેને અન્ય અસામાજિક તત્વોની જેમ જ પાઠ ભણાવવાની પ્રબળ માગ ઉઠી. સાથે જ ગોંડલમાં કડક પોલીસ અધિકારીની નિયુક્તિ માટે પણ તમામે માગ કરી

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram