'એવા અહેવાલ આવી રહ્યા છે કે ગુજરાતે વેક્સિન ઘણી વેડફી નાખી, આ પાછળનું શું રહ્યું કારણ'
કોરોના વેક્સિનને લઇને પ્રશાસને યોગ્ય આયોજન કર્યું નહીં. અનેક સેન્ટરો પર વેક્સિનેશન માટે 200 લોકો લાઇનમાં ઉભા જોવા મળી રહ્યા છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં વેક્સિન માટે લોકોની લાઇન જોવા મળી રહી છે. સુરતના વેસુ સેન્ટરની બહાર વેક્સિનને લઇને ઘર્ષણ જોવા મળ્યું હતું.