PM Modi: સોમનાથ મંદિરના પુનર્નિર્માણની 75મી વર્ષગાંઠ પર PM મોદીએ લખ્યો લેખ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિર વિશે એક ભાવનાત્મક અને ઐતિહાસિક લેખ લખ્યો છે, જે અનેક અખબારોમાં પ્રકાશિત થયો છે. તેમના લેખમાં પીએમ મોદીએ 2026 ની શરૂઆતમાં સોમનાથ સ્વાભિમાન પર્વમાં હાજરી આપવાના પોતાના સૌભાગ્યનો ઉલ્લેખ કર્યો. સોમનાથ મંદિર પરના પ્રથમ હુમલાની 1000મી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં મંદિરની શાશ્વત અને અટલ ઓળખને ઉજાગર કરવામાં આવી હતી.

11 મેના રોજ ફરી સોમનાથની મુલાકાત લેશે 

વડાપ્રધાનએ લખ્યું કે તેમને હવે 11 મેના રોજ ફરી એકવાર સોમનાથની મુલાકાત લેવાની તક મળી રહી છે. આ વખતે, આ મુલાકાત નવીનીકૃત સોમનાથ મંદિરના ઉદ્ઘાટનની 75મી વર્ષગાંઠની ઉજવણી માટે હશે. તેમણે કહ્યું કે તેઓ એ ઐતિહાસિક ક્ષણને ફરીથી જીવી રહ્યા છે જ્યારે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે મંદિર સમર્પિત કર્યું હતું. પીએમ મોદીએ છ મહિનાના સમયગાળામાં સોમનાથના ઇતિહાસમાં બે મહત્વપૂર્ણ ઘટનાઓ જોવા મળવાને એક લહાવો ગણાવ્યો.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola