PM Modi:મહિલા દિવસના રોજ નવસારીમાં વડાપ્રધાન મોદી, આપશે આ ખાસ ભેટ
PM Modi:મહિલા દિવસના રોજ નવસારીમાં વડાપ્રધાન મોદી, આપશે આ ખાસ ભેટ
આજે મહિલા દિવસે વડાપ્રધાન મોદી 41 હજાર લખપતિ દીદી સહિત દોઢ લાખ મહિલાઓનું સન્માન કરશે. આ કાર્યક્રમમાં સફળ મહિલાઓ કે જેઓ વાર્ષિક એક લાખ રૂપિયાથી વધુની કમાણી કરે છે તેઓને સન્માનિત કરવામાં આવશે. નોંધનીય છે કે, આજે વડાપ્રધાનની તમામ સુરક્ષાની જવાબદારી 3000 મહિલા પોલીસ કર્મચારીઓએ સંભાળી છે.
વડાપ્રધાનના હેલીપેડથી લઇ કાર્યક્રમ સ્થળ સુધીની તમામ સુરક્ષા વ્યવસ્થામાં મહિલા પોલીસ કર્મચારીઓ ફરજ નિભાવિ રહી છે. આ ઉપરાંત તમામ કાર્યક્રમ સ્થળની વ્યવસ્થા બંદોબસ્ત પણ આ મહિલા પોલીસ કર્મચારીઓને સોંપવામાં આવી છે. અંદાજિત 3000 મહિલા પોલીસ કર્મચારીઓ આ સુરક્ષા વ્યવસ્થામાં જોડાઇ છે. નવસારી જિલ્લામાં લખપતિ દીદી કાર્યક્રમના સ્થળથી લઇ વડાપ્રધાનના હેલીપેડ સુધીની સુરક્ષા વ્યવસ્થા મહિલા પોલીસ કર્મચારીના શિરે છે. જ્યારે પુરુષ પોલીસ કર્મચારી ટ્રાફિક અને પાર્કિંગની વ્યવસ્થાની જવાબદારી સંભાળી રહ્યા છે. જોકે, સુરક્ષા વ્યવસ્થાના નિરીક્ષણ માટે સુપરવિઝન ઇન્ચાર્જ અધિકારી તરીકે ગૃહ વિભાગના અગ્ર સચિવ નીપૂર્ણા તોરવણે છે.