PM Modi's WARNING to Pakistan | 'પાક શાંતિથી નહીં જીવે તો ભારતની ગોળી છે': કચ્છથી PM મોદીનો પાકિસ્તાનને લલકાર
પ્રધાનમંત્રી મોદીએ ભુજની ધરા પરથી પાકિસ્તાને આપ્યો સ્પષ્ટ સંદેશ. આતંકીઓને તેમની ભાષામાં જ આપવામાં આપશે જવાબ. આતંકવાદના અંત માટે જ છે ઓપરેશન સિંદૂર.. ભારત સામે આંખ ઉઠાવનારને છોડવામાં નહીં આવે.. આતંકવાદ સામે ભારતની ઝીરો ટોલરન્સ નીતિ
દાહોદથી PM મોદી કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ. ભુજમાં PMનું કરાયું શાનદાર સ્વાગત. ભુજના હિલગાર્ડનથી મિરજાપર સુધી રોડ શૉ યોજાયો. સભા સ્થળ પર 1971ના યુદ્ધ વખતે પાકિસ્તાનના બોંબમારા વચ્ચે રનવે બનાવનાર વીરાંગનાઓએ PM મોદીના ઓવારણા લીધા. કચ્છને 53 હજાર, 414 કરોડના 33 વિકાસકાર્યોની ભેટ આપી PM મોદીએ પાકિસ્તાન પર શબ્દબાણ છોડ્યા.. બોલ્યા. આતંકવાદથી પાકિસ્તાનનું ભવિષ્ય થયું છે બરબાદ. જો શાંતિથી નહીં જીવે તો ભારતની ગોળી તો છે જ...