જૂનાગઢઃ વડાપ્રધાન મોદીના હસ્તે એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ વેનું કરાશે ઉદ્ધાટન
જૂનાગઢમાં એશિયાના સૌથી મોટા રોવ વે ગિરનાર રોપ વેનું ઉદ્ધાટન ઓક્ટોબર માસના અંતમાં કરવામાં આવી શકે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે રોવ વેનું ઉદ્ધાટન કરાશે. વડાપ્રધાન ડિજિટલ માધ્યમથી રોપ વેનું ઉદ્ધાટન કરશે. આ ડિઝિટલ કાર્યક્રમમાં મુખ્યમંત્રી રૂપાણી જૂનાગઢમાં ઉપસ્થિત રહે તેવી શક્યતા છે.