PM મોદીના 'મન કી બાત' પાટણના ખેડૂતની વાત,સરગવાના જાતે વિકસાવેલા બિજનું કર્યું ઉત્પાદન
પાટણ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતની દેશના વડાપ્રધાન મોદીએ નોંધ લીધી હતી. વડાપ્રધાન મોદીએ મન કી બાત કાર્યક્રમમાં પાટણ જિલ્લાના લુખાસણ ગામના પ્રગતિશીલ ખેડૂત કામરાજભાઈ ચૌધરીએ પોતાના ઘેર ઓર્ગેનિક સરગવાની ખેતીમાં બીજનું ઉત્પાદન કરી ગુણવતા યુક્ત રોપનું વાવેતર કરી સારું ઉત્પાદન મેળવી ગુજરાત બહાર વેચાણ કરી રહ્યા છે. પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના લુખાસણ ગામમાં રહેતા કામરેજભાઈએ પ્રગતિશીલ સફળ ખેડૂત તરીકે છવાઈ ગયા છે.