Dahod MGNREGA Scam: દાહોદ જિલ્લાની દેવગઢ બારીયા-ધાનપુર મનરેગા કૌભાંડમાં પોલીસે ચાર આરોપીની કરી ધરપકડ

દાહોદ જિલ્લાની દેવગઢ બારીયા-ધાનપુર મનરેગા કૌભાંડમાં પોલીસે ચાર આરોપીની કરી ધરપકડ.. દેવગઢ બારીયા-ધાનપુર તાલુકા પંચાયતના આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ જયવીર નાગોરી અને મહિપાલસિંહ ચૌહાણ, ગ્રામ રોજગાર સહાયક ફુલસિંહ બારીયા અને મંગળસિંહ પટેલીયાની પોલીસે કરી ધરપકડ. જે કામ ન થયા હતા તેની પણ ખોટી મંજૂરી આપી રજિસ્ટ્રેશનમાં નોંધીને કૌભાંડ આચર્યુ હોવાનો ચારેય આરોપીઓ પર આરોપ. કુવા, રેઢાણા અને ધાનપુર તાલુકાના સીમામોઈ ગામે તપાસ કરવામાં આવી હતી. જેમાં સ્થળ તપાસમાં કેટલાક કામો અધુરા જોવા મળ્યા હતા. એટલુ જ નહીં આ કામોનું કમ્પલીશન સર્ટી અને ખોટા પુરાવા ઉભા કરીને પૂર્ણ પેમેન્ટ કરી દેવાયુ હોવાનો ખુલાસો થયો હતો.. દેવગઢ બારીયા તાલુકાના બે ગામમાં કરાયેલા કામોમાં 28 એજન્સીને 60 કરોડ 90 લાખથી વધુ, જ્યારે ધાનપુર તાલુકામાં કરાયેલા કામોમાં સાત ગેરકાયદે એજન્સીઓને 10 કરોડ 10 લાખથી વધુનું ચુકવણુ કરી દીધાનો ખુલાસો થયો. કૌભાંડ અંગે DRDA નિયામક બી.એમ.પટેલની ફરિયાદના આધારે દાહોદ બી ડિવિઝન પોલીસે ચારેય આરોપીની ધરપકડ કરી.

સમગ્ર કૌભાંડ મુદ્દે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ સરકાર પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે માત્ર દાહોદ જિલ્લાના ત્રણ તાલુકાઓમાં જ ત્રણ વર્ષમાં 100 કરોડનું કૌભાંડ થયું છે.. રાજ્ય સરકારના મંત્રી અને તેમના મળતીયાઓ આ કૌભાંડમાં સંડોવાયેલા હોવાનો આરોપ લગાવી અમિત ચાવડાએ તપાસ કમિટીની રચના કરવાની માગ કરી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola