Bharuch Rape Case : ઝઘડિયા દુષ્કર્મ કેસમાં પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું

Continues below advertisement

ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઇડીસીમાં માસુમ બાળકી સાથે દુષ્કર્મની જધન્ય ઘટના બની હતી. જેમાં પોલીસે આરોપીની ધરપકડ બાદ કોર્ટમાંથી રિમાન્ડ મેળવ્યા હતા. આ સાથે જ પોલીસે આરોપીને સાથે રાખીને ચકચારી ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું હતું.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઇડીસી વિસ્તારમાં 10 વર્ષની બાળકી ઉપર ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ આચરવાની ઘટનાએ જિલ્લા સહિત રાજ્યભરમાં ચકચાર જગાવી છે. આ કેસમાં પોલીસે નરાધમ આરોપી વિજય પાસવાનને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડ મેળવ્યા હતા. ત્યારબાદ આજે ગુરુવારે હવસખોર આરોપીને સાથે સમગ્ર ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું હતું. જેમાં તેણે સમગ્ર ઘટનાને કઈ રીતે અંજામ આપ્યો હતો તે પોલીસને જણાવ્યું હતું. પોલીસ જ્યારે આરોપીને લઈને લોકઅપની બહાર આવી ત્યારે આરોપીના ચાલવાના પણ ઠેકાણા નહોતા. જેનાથી સ્પષ્ટ થાય છે કે આરોપી કદાચ પોલીસને યોગ્ય સહકાર નહીં આપતો હોવાથી તેની કડકાઈથી પૂછપરછ કરાઈ રહી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram