Porbandar Heavy Rain News | વરસાદે કર્યું પોરબંદરને તબાહ, જ્યાં જુઓ ત્યાં પાણી પાણી
Continues below advertisement
Porbandar Heavy Rain News | વરસાદે કર્યું પોરબંદરને તબાહ, જ્યાં જુઓ ત્યાં પાણી પાણી
પોરબંદર શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે.. પોરબંદર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ખાબક્યો છે... શહેર સહિત આસપાસના ગ્રામ વિસ્તારમાં પણ મેઘરાજાની મહેરબાની થઈ રહી છે... પોરબંદર જિલ્લામાં સાર્વત્રિક વરસાદને કારણે જ્યાં નજર નજર કરશો ત્યાં માત્રને માત્ર જળ ભરાવ નજરે પડશે. પોરબંદર શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો જેના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે. નીચાણવાળ વિસ્તારો જળમગ્ન થઈ ચૂક્યા છે સોસાયટીઓ રહેણાક મકાનો મંદિરથી લઈ તમામ બજારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.. પોરબંદરમાં નીચાણવાળ વિસ્તારો ખાસ કરીને બેટમાં ફેરવાયા હોય એવું જોવા મળી રહ્યું છે. ગામના બજારો, ગામના ખેતરો આ તમામે તમામ જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે. પોરબંદરમાં જળભરાવને કારણે લોકો ઘરમાં રહેવા મજબૂર બન્યા છે...
Continues below advertisement