PM Modi to visit Gujarat: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માર્ચમાં 2 વખત આવશે ગુજરાતના પ્રવાસે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી માર્ચ મહિનામાં બે વખત ગુજરાતના પ્રવાસે આવશે. મહિનાની શરૂઆતમાં 3 માર્ચ અને ત્યારબાદ 7 અને 8 માર્ચે તેઓ ફરીવાર ગુજરાતના પ્રવાસે આવશે. તેઓ 3 માર્ચ દરમિયાન સાસણમાં યોજનારી નેશનલ વાઈલ્ડ લાઈફ બોર્ડની બેઠકમાં ભાગ લેશે. અહીં તેઓ 3 હજાર કરોડના પ્રોજેક્ટ લાયનનું લોચિંગ કરશે.

ગુજરાતમાં વધનારી સિંહોની વસતીને જોતા આ પ્રોજેક્ટ હેઠળ 8 સેટેલાઈટ સિંહ વસવાટ કેંદ્રોમાં નિયંત્રણ, દેખરેખ અને પ્રાણીઓ માટેની હોસ્પિટલ સહિતની સુવિધાઓ ખુલ્લી મુકાશે. ત્યારબાદ તેઓ સાત માર્ચના રોજ  સાંજના સમયે સુરતના લિંબાયતમાં નીલગીરી મેદાનમાં સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય વિતરણ કાર્યક્રમમાં હાજરી આપશે. રાત્રિ રોકાણ સુરતમાં જ કરી બીજા દિવસે સવારે નવસારીમાં વિશ્વ મહિલા દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. પીએમના પ્રવાસને લઈ સ્થાનિક પ્રશાસને પણ તૈયારીઓ શરૂ કરી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola