Private Bus Association | તહેવારોમાં મુસાફરો પાસેથી બેફામ લૂંટ ચલાવનારા પ્રાઇવેટ બસ સંચાલકોને ચેતવણી
દિવાળીના તહેવાર દરમિયાન ખાનગી બસ સંચાલકો તરફથી વસૂલવામાં આવતા બેફામ ભાડાને લઈને ખાનગી બસ સંચાલક મંડળ દ્વારા મહત્વપૂર્ણ ચેતવણી જારી કરવામાં આવી છે. દિવાળીના તહેવારની ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે અને રજાઓનો માહોલ પણ જામી ગયો છે ત્યારે લોકો તહેવારની ઉજવણી કરવા માટે પોતાના વતન તરફ વળી રહ્યા છે. એસટી બસની સિવાય ખાનગી બસોમાં પણ પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે, જેને લઇને વાહન વ્યવહાર મંત્રી દ્વારા પણ ખાનગી બસ સંચાલકોને અગવડતા ન પડે તે માટે ધ્યાન રાખવા માટે ટકોર કરવામાં આવી છે.