Accident News: ગુજરાતથી અયોધ્યા જતી ખાનગી બસને નડ્યો અકસ્માત, 50થી વધુ લોકો ઈજાગ્રસ્ત
યૂપીના શાહજહાંપુર જિલ્લાના મીરાનપુર કતરા વિસ્તારમાં શુક્રવારે સવારે મોટી દુર્ઘટના સર્જાઈ. હરિદ્વારથી અયોધ્યા જઈ રહેલા ગુજરાતના યાત્રીઓથી ભરેલી બસ લખનઉ દિલ્હી હાઈવે પર ખુસરો કોલેજની સામે આગળ જતી રોડવેઝ બસને પાછળથી ટક્કર મારી. આ અકસ્માત ત્યારે થયો જ્યારે રોડવેઝ બસના ડ્રાઈવરે અચાનક બ્રેક મારી. યાત્રીઓથી ભરેલી બસનો ડ્રાઈવર સંભાળી ન શક્યો અને તેની બસ ઝડપથી રોડવેઝ બસમાં પાછળથી ઘૂસી ગઈ.
અચાનક થયેલી દુર્ઘટના સમયે લગભગ બધા યાત્રીઓ સૂઈ રહ્યા હતા, જેના કારણે બધા એકબીજા પર પડ્યા અને સીટો સાથે અથડાયા. અકસ્માત થતાં જ બધા યાત્રીઓ બૂમાબૂમ કરવા લાગ્યા. આ દરમિયાન થોડી જ વારમાં પોલીસ પહોંચી ગઈ. એમ્બ્યુલન્સ અને અન્ય વાહનોથી પોલીસે બસ યાત્રીઓને મીરાનપુર કતરા સામુદાયિક આરોગ્ય કેન્દ્ર મોકલ્યા, જ્યાં સ્ટાફે તાત્કાલિક સારવાર શરૂ કરી. આ દરમિયાન ગંભીર રીતે ઘાયલ ડ્રાઈવર મુકેશ સહિત પાંચ લોકોને શાહજહાંપુર મેડિકલ કોલેજ રેફર કરવામાં આવ્યા. બસમાં સવાર 50 યાત્રીઓમાં મોટાભાગના વૃદ્ધો હતા. બધા યાત્રીઓ ગુજરાતના અમદાવાદના રહેવાસી છે.