Amreli Protest news: ટ્રમ્પના ટેરિફ તરકટ સામે અમરેલીમાં વિરોધ પ્રદર્શન
અમરેલીના જીવરાજ મહેતા ચોક ખાતે ભારતીય જન પરિષદ દ્વારા અમેરિકાએ ભારત પર લગાવેલા ટેરિફ મુદે અમેરિકા સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો. ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી પૂર્વ સાંસદ નારણ કાછડીયા સહિત મોટી સંખ્યામાં લોકોએ રેલી સાથે સૂત્રોસર કરી વિરોધ પ્રદર્શન કર્યું.
અમેરિકાએ તાજેતરમાં ભારત પર ટેરિફ વધારો લાદ્યો છે ત્યારે આજ મુદ્દે આજે અમરેલીમાં અમેરિકાની નીતિઓ સામે ઉગ્ર વિરોધની શરૂઆત ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતાના અમરેલી માંથી શરૂ થઈ છે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી પૂર્વ સાંસદ નારણ કાછડીયા એ પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતાની પ્રતિમાને ફુલહાર અર્પણ કરીને અમેરિકા નો ઉગ્ર વિરોધ કર્યો હતો કાર્યક્રમમાં ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી, પૂર્વ સાંસદ નારણ કાછડીયા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ભરત કાનાબાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા તેમણે અમેરિકાની નીતિઓને ‘આર્થિક દાદાગીરી’ ગણાવીને તેની તીવ્ર નિંદા કરી.
અમરેલી જીલ્લા બેંક થી જીવરાજ મહેતા ચોક સુધી રેલી યોજી સુત્રોચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતુ સૌએ હાથમાં “સ્વદેશી અપનાવો”, “ટ્રમ્પ તેરી દાદાગીરી નહીં ચલેગી” અને “ટેરિફ તેરી એસી તેસી” જેવા સૂત્રો લખેલા બેનરો સાથે અમેરિકાનો વિરોધ કર્યો હતો જીવરાજ મહેતા ચોકમાં અમેરિકા ની ચીજ વસ્તુઓ ને સળગાવી હોળી કરી બહિષ્કાર કરાયો હતો દિલીપ સંઘાણી એ અમેરિકા ની ચીજ વસ્તુઓ છોડી સ્વદેશી વસ્તુઓ અપનાવવા દિલીપ સંઘાણી એ સંદેશ આપ્યો છે ભારત આજે સક્ષમ અને આર્થિક રીતે વિશ્વમાં ત્રીજા નંબરે છે ત્યારે અમેરિકા દબાવવા નો પ્રયાસ કરે છે