Vadodara: કોઈએ વગાડ્યું ઢોલક, તો કોઈએ હાર્મોનિયમ.. રામધૂન બોલાવી કર્મચારીઓએ કર્યો વિરોધ

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં કુલ 14  ફેકલ્ટી અને ત્રણ કોલેજ આવેલી છે. વર્ષોથી હંગામી કર્મચારીઓ યુનિવર્સિટીમાં કામ કરે છે, જ્યારે છેલ્લા 15 15 વર્ષથી જે લોકો યુનિવર્સિટી હંગામી કર્મચારી તરીકે કામ કરે છે તે લોકો કાયમી થવા માટે અને આઉટસોર્સિંગ ન થાય તે માટે આજે હેડ ઓફિસ ખાતે રામધૂન અને ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. હકીકત તે પણ છે કે આ કર્મચારીઓ છેલ્લા 15 - 20 વર્ષથી એસી કેબિનમાં બેસતા પ્રોફેસર અને અધિકારીઓને પાણી આપે છે તથા સમગ્ર યુનિવર્સિટીને સાફ-સફાઈ કરીને ચોખ્ખી રાખે છે. આ જ કર્મચારીઓનું  આઉટસોર્સિંગ થશે તો યુનિવર્સિટીના સત્તાધીશોને જ નુકસાન છે ત્યારે હવે જોવાનું કર્મચારીઓ ક્યારે કાયમી થશે અને ન્યાય મળશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola