પ્રાથમિક શિક્ષકોને 4200ના ગ્રેડ પેની માંગ સાથે ફરી શરુ થઈ શકે છે આંદોલન

ગાંધીનગર: પ્રાથમિક શિક્ષકોના પે ગ્રેડ મામલે રાષ્ટ્રીય શૈક્ષિક શિક્ષક મહાસંઘના હોદ્દેદારો આજે શિક્ષણમંત્રી સાથે મુલાકાત કરશે. શિક્ષણ મંત્રી બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે પણ મુલાકાત કરશે. 4200 ગ્રેડ પે અંગેની નીતિ વિષયક નિર્ણય તો લેવાયો છે પરંતુ અમલ ન થતા 65 હજાર પ્રાથમિક શિક્ષકોને નુકસાન થયું છે.  એવામાં પ્રાથમિક શિક્ષકોને ગ્રેડ પેની માંગ સાથે ફરી આંદોલન શરુ થઈ છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola