એસટી વિભાગની વોલ્વો બસ ખોટનો ખાડો થઈ રહી છે સાબિત, કેટલું થાય છે નુકસાન?
એસટી વિભાગની વોલ્વો બસમાં કોરોનાકાળમાં સરકારે 75 ટકા મુસાફર બેસાડવાની મંજૂરી આપી હતી. વોલ્વો બસમાં સામાન્ય રીતે 45 બેઠક હોય છે પરંતુ નિયમના કારણે 33 મુસાફરોને જ બેસાડાતા ભારે નુકસાન થઈ રહ્યું છે.