Anand Girl Murder Case: આણંદ PSIની હરકતો સામે ઉઠ્યા સવાલ, કેમેરો જોઇ આરોપી લંગડાવા લાગ્યો
આણંદના આંકલાવમાં બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યાના કેસના આરોપી અજય પઢિયારના નાટકીય દ્રશ્યો સામે આવ્યા. આરોપીને લઈને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને રિ-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ સમયે સીધી રીતે ચાલતો આરોપી અચાનક લંગડાતો નજરે પડ્યો. રિ-કન્સ્ટ્રક્શન સમયે આરોપી જાહેરમાં લંગડાતો નજરે પડ્યો. રિકસ્ટ્રકશન બાદ મેડિકલ કરાવીને પોલીસ સ્ટેશન પરત લાવવામાં આવ્યો ત્યારે આરોપી વ્યવસ્થિત રીતે ચાલતો નજરે પડ્યો..પરંતુ કેમેરા સામે જ આવતા આરોપીની અચાનક ચાલ બદલાઈ ગઈ, જેને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી છે..આખરે કેમેરો સામે આવતા જ શા માટે આરોપી ચાલ બદલી નાખે છે..તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે. આ દરમિયાન એક વીડિયો પણ વાયરલ થયો, જેમાં આંકલાવ પોલીસ સ્ટેશનના પીએસઆઈ આરોપીના કામમાં કશુંક કહેતા નજરે પડ્યા...PSIએ આરોપીના કાનમાં શું કહ્યું તે પણ ચર્ચાનો વિષય બન્યો છે..