Raghavji Patel Accident:ગાંધીનગરથી જામનગર જતા કેબિનેટ મંત્રી રાઘવજી પટેલની કારનો અકસ્માત
જ્યના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલની કારને ગત રાત્રે અકસ્માત નડ્યો હતો. જેમાં મંત્રીનો આબાદ બચાવ થયો હતો. મળતી વિગત પ્રમાણે, રાજ્યના કૃષિ મંત્રી અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ ગાંધીનગરથી જામનગર જતા હતા ત્યારે ચોટીલા પાસે તેમની કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં મંત્રી રાઘવજી પટેલનો ચમત્કારીક બચાવ થયો હતો.
અકસ્માતના પગલે હાઇવે પર ટ્ર્રાફિક જામ થઈ ગયો હતો. મંત્રીની કારને અકસ્માત નડ્યો હોવાની માહિતી મળતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.