Raghavji Patel | મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા વચ્ચે રાઘવજી પટેલે ભાજપના આ દિગ્ગજ સાથે કરી મુલાકાત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાતમાં લોકસભાની ચૂંટણી બાદ ભાજપના પ્રદેશ પ્રમુખનો કાર્યકાળ પૂર્ણ થતો હોવાથી નવા પ્રમુખ કોણ બનશે તેના માટે અનેક નામોની અટકળો શરૂ થઈ ગઈ છે. ત્યારે તાજેતરમાં પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડાને મળ્યા હતાં. હવે ગુજરાતના કૃષિમંત્રી રાઘવજી પટેલે અમિત શાહ સાથે મુલાકાત કરતાં રાજકારણમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. એવામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને દિલ્હીથી તેડું આવ્યું છે તેઓ આજે રાત્રે દિલ્હી જવા રવાના થશે.
રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે દિલ્હી ખાતે મુલાકાત કરતા રાજકીય ચર્ચાએ વેગ પકડ્યું છે. અત્રે જણાવી કે, એક તરફ ગુજરાતમાં નવા પ્રદેશ પ્રમુખની વરણી થવાની છે તો બીજી તરફ અનેક નેતાઓના દિલ્હીના આંટા ફેરા કરી રહ્યાં છે. તો વળી રાજકીય ચર્ચા વર્તુળમાં એવી પણ વાત થઈ રહી છે કે, ગુજરાત ભાજપ સંગઠનમાં નવા જૂની થઈ શકે છે.