Rahul Gandhi To Visit Gujarat: કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન પહેલા રાહુલ ગાંધી આવશે ગુજરાત
64 વર્ષ પછી ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે. તેને લઇને ગુજરાત કૉંગ્રેસ દ્વારા તૈયારીઓ શરુ કરવામાં આવી છે. આ પહેલા રાષ્ટ્રીય નેતાઓના આગમન શરૂઆત થઈ ગઈ છે. રાહુલ ગાંધી 7-8 માર્ચે ગુજરાતના બે દિવસના પ્રવાસે આવવાના છે. રાહુલ ગાંધી આ બે દિવસના પ્રવાસ દરમિયાન કૉંગ્રેસના ધારાસભ્યો અને કાર્યકરો સાથે મુલાકાત કરશે.
કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી 7-8 માર્ચે ગુજરાત પ્રવાસે આવશે. આ દરમિયાન તેઓ પોલિટિકલ અફેર્સ કમિટીમાં ભાગ લેશે. આ દરમિયાન ગુજરાત કૉંગ્રેસના નેતાઓ સાથે પણ રાહુલ ગાંધી મુલાકાત કરશે. કૉંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન પહેલા રાહુલ ગાંધીની આ મુલાકાત ખૂબ જ ખાસ માનવામાં આવે છે.
કૉંગ્રેસના દિગ્ગજ નેતા કેસી વેણુગોપાલ આજે જ અમદાવાદ પહોંચ્યા હતા. કૉંગ્રેસના અધિવેશન પહેલા તેઓ અમદાવાદ આવ્યા હતા. રાષ્ટ્રીય અદિવેશનની તૈયારીઓને લઈ વેણુગોપાલ અમદાવાદ આવ્યા છે.