Gujarat Rains : રાજ્યમાં આજે 66 તાલુકામાં વરસ્યો વરસાદ, ક્યાં ખાબક્યો સૌથી વધુ?

ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાત મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી આફત તૂટી પડી છે. તાજા અપડેટ પ્રમાણે, રાજ્યમાં સૌથી વધુ વરસાદ પંચમહાલ જિલ્લાના હાલોલમાં ખાબક્યો છે, હાલોલમાં 9 ઇંચ વરસાદે તબાહી મચાવી છે, તો વળી, સાબરકાંઠાના હિંમતનગરમાં પણ વરસાદે કહેર વર્તાવ્યો છે. અનેક વિસ્તારોમાં ઘરો-મકાનો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે. અહીં બપોર સુધીના વરસાદી આંકડા આપવામાં આવ્યા છે...

રાજ્યમાં આજે 66 તાલુકામાં વરસ્યો વરસાદ


આજે હાલોલમાં ખાબક્યો સૌથી વધુ પોણા નવ ઈંચ વરસાદ
આજે ઉમરેઠમાં ખાબક્યો 4.57 ઈંચ વરસાદ
આજે બોરસદમાં 3.07 ઈંચ, કામરેજમાં 1.57 ઈંચ વરસાદ
આજે ઘોઘંબામાં 1.54 ઈંચ, ઉમરગામમાં 1.38 ઈંચ વરસાદ
આજે સાવલીમાં 1.34 ઈંચ, ધાનપુરમાં 1.26 ઈંચ વરસાદ
આજે નાંદોદમાં 1.22 ઈંચ, નેત્રંગમાં 1.14 ઈંચ વરસાદ
આજે ઓલપાડમાં 1.14 ઈંચ, આંકલાવમાં 1.1 ઈંચ વરસાદ
આજે નડિયાદમાં 1.02 ઈંચ, જાંબુઘોડામાં એક ઈંચ વરસાદ
આજે મહુધા, વાઘોડિયામાં એક-એક ઈંચ વરસાદ

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola